પંચમહાલનું ગૌરવ: ગોધરા લો કોલેજના ૩ વિદ્યાર્થીઓ 'વિકસિત ભારત યુવા સંસદ'માં વિજેતા, હવે રાજ્ય કક્ષાએ વગાડશે ડંકો

ગોધરા લો કોલેજના NSS સ્વયંસેવકો જય બાલપાંડે, નિમાલી પરમાર અને સંજય પલાશે હાલોલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની 'વિકસિત ભારત યુવા સંસદ'માં મેળવ્યો વિજય. હવે રાજ્ય કક્ષાએ પંચમહાલનું કરશે પ્રતિનિધિત્વ."

Feb 24, 2026 - 09:17
 0
પંચમહાલનું ગૌરવ: ગોધરા લો કોલેજના ૩ વિદ્યાર્થીઓ 'વિકસિત ભારત યુવા સંસદ'માં વિજેતા, હવે રાજ્ય કક્ષાએ વગાડશે ડંકો

Report: Nitesh Samtani.

ગોધરા: 

પંચમહાલ શિક્ષક પ્રચરણ મંડળ દ્વારા સંચાલિત લો કોલેજ ગોધરાના NSS એકમે સફળતાનું વધુ એક શિખર સર કર્યું છે. હાલોલ ખાતે આયોજિત 'જિલ્લા કક્ષાની વિકસિત ભારત યુવા સંસદ'માં લો કોલેજના ત્રણ તેજસ્વી સ્વયંસેવકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં કોલેજનું નામ રોશન કર્યું છે.

હાલોલ ખાતે યોજાઈ હતી સ્પર્ધા:

NSS વાર્ષિક શિબિરના ભાગરૂપે NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. સતીશ કે. નાગરની આગેવાનીમાં ગોધરા લો કોલેજના સ્વયંસેવકોની ટીમ હાલોલ સ્થિત એમ. એન્ડ વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પહોંચી હતી. અહીં વિદ્યાર્થીઓએ હાલોલ કોલેજના આચાર્ય ડૉ. યશવંત શર્મા સાથે સકારાત્મક સંવાદ સાધ્યો હતો અને કાયદાકીય પ્રક્રિયાઓના ઊંડા જ્ઞાન માટે 'મૂટ કોર્ટ' (Moot Court) ની વિશેષ મુલાકાત લીધી હતી.

"૫૦ વર્ષની કટોકટી" વિષય પર ધારદાર રજૂઆત:

આ યુવા સંસદમાં મુખ્ય વિષય "૫૦ વર્ષની કટોકટી: ભારતીય લોકશાહી માટે બોધપાઠ" રાખવામાં આવ્યો હતો. જેમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં લો કોલેજ ગોધરાના પ્રતિભાશાળી સ્વયંસેવકો જય બાલપાંડે, નિમાલી પરમાર અને સંજય પલાશ એ પોતાના અત્યંત તર્કબદ્ધ અને વિચારપ્રેરક વક્તવ્યો રજૂ કર્યા હતા.

હવે રાજ્ય કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ:

આ ત્રણેય સ્પર્ધકોએ પોતાના વાકચાતુર્ય અને વિષયની ઊંડી સમજથી નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા અને વિજેતા જાહેર થયા હતા. ડૉ. અપૂર્વ પાઠક સરના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ ત્રણેય વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાએ (State Level) પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી મુકુંદભાઈ દેસાઈ અને વક્તા ડૉ. ઉર્વીબેન તેવરે વિદ્યાર્થીઓને વક્તૃત્વ કળાની બારીકાઈઓ સમજાવી હતી. NSS ની "નોટ મી, બટ યુ" (Not Me, But You) ની ભાવના સાથે મેળવેલી આ સિદ્ધિ બદલ ડૉ. સતીશ નાગર અને કોલેજ પરિવારે વિજેતાઓને રાજ્ય કક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 1
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0