India-US Trade Deal: ખેડૂતો માટે રાહત પણ પેટ્રોલ માટે આફત? ટ્રમ્પના આદેશમાં ભારત માટે ખતરાની ઘંટડી!

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારને મંજૂરી આપી છે, પરંતુ સાથે જ એક કડક એક્ઝિક્યુટિવ ઓર્ડર પણ બહાર પાડ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે, તો ભારત પર ફરીથી ૨૫% થી ૪૩% સુધીનો ટેરિફ (ટેક્સ) લાદવામાં આવશે. આ નિર્ણયથી ભારતીય ખેડૂતો અને પેટ્રોલના ભાવ પર શું અસર થશે? જાણો વિગતવાર અહેવાલ.

Feb 9, 2026 - 19:15
 0
India-US Trade Deal: ખેડૂતો માટે રાહત પણ પેટ્રોલ માટે આફત? ટ્રમ્પના આદેશમાં ભારત માટે ખતરાની ઘંટડી!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૭ ફેબ્રુઆરીના રોજ ભારત અને અમેરિકા વચ્ચેના નવા વેપાર કરાર (Trade Deal) પર હસ્તાક્ષર કરી દીધા છે. ભારત માટે આ એક રાહતના સમાચાર હતા કે ટ્રમ્પે ભારત પર લાદેલો ૨૫% ટેરિફ (દંડ) હટાવી લીધો છે. પરંતુ, આ રાહતની પાછળ એક મોટી "ચેતવણી" છુપાયેલી છે જે ભારતના અર્થતંત્રને હચમચાવી શકે છે.

ટ્રમ્પની શરત: રશિયાનું તેલ ભૂલી જાવ, નહીંતર... આ વેપાર કરારમાં સૌથી ચોંકાવનારી વાત ટ્રમ્પનો 'એક્ઝિક્યુટિવ ઓર્ડર' છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ભારતને ધમકી આપી છે કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ (કાચું તેલ) ખરીદવાનું બંધ નહીં કરે, તો પરિણામ ગંભીર આવશે.

  • જો ભારત રશિયા સાથે વેપાર ચાલુ રાખશે, તો અમેરિકા ફરીથી ૨૫% ટેરિફ લાદી દેશે.

  • એટલું જ નહીં, કુલ ટેક્સ વધારી દેવામાં આવશે.

  • અમેરિકાના વાણિજ્ય અને વિદેશ વિભાગને ભારત પર "જાસૂસી" (Strict Watch) રાખવાનો આદેશ અપાયો છે કે ભારત છૂપી રીતે પણ રશિયાનું તેલ ન ખરીદે.

ખેડૂતો માટે શું છે સમાચાર? પીયૂષ ગોયલે કરી સ્પષ્ટતા આ કરારમાં અમેરિકન કૃષિ ઉત્પાદનો ભારતમાં આવશે તેવી વાતથી ખેડૂતો ચિંતામાં હતા. જોકે, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટતા કરી છે કે ભારતીય ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન થયું નથી. નીચે મુજબની વસ્તુઓ આ કરારમાંથી બાકાત (Exempt) રાખવામાં આવી છે, એટલે કે તેના પર કોઈ અસર નહીં થાય:

  • દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ

  • અનાજ (ઘઉં, ચોખા, બાજરી, જુવાર)

  • ફળો (કેળા, કેરી, વગેરે) અને શાકભાજી

  • ચિકન અને મીટ (Poultry)

  • ખાંડ અને મધ

સરકારે ખાતરી આપી છે કે ભારત જે વસ્તુઓમાં આત્મનિર્ભર છે, તેને આ ડીલથી દૂર રાખવામાં આવી છે.

ભારત સરકાર મૌન કેમ? એક તરફ ટ્રમ્પ ખુલ્લેઆમ "રશિયાનું તેલ બંધ કરો" તેવી બૂમો પાડી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભારત સરકાર આ મુદ્દે સાવચેતીથી આગળ વધી રહી છે. વિદેશ મંત્રાલયે સીધો જવાબ આપવાને બદલે માત્ર એટલું જ કહ્યું છે કે, "અમારી પ્રાથમિકતા ભારતના ૧.૪ અબજ લોકોની ઉર્જા સુરક્ષા છે."

હવે જોવાનું એ રહે છે કે શું ભારત અમેરિકાના દબાણમાં આવીને સસ્તું રશિયન તેલ છોડી દેશે? અને જો રશિયન તેલ બંધ થશે, તો શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચશે?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0