ગોધરાના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી કપડાની દુકાનમાં આગ, લાગવાની ઘટના
"ગોધરાના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી 'અરિહંત ચિલ્ડ્રન વેર' દુકાનમાં લાગી ભીષણ આગ. રેડીમેડ કપડાં બળીને ખાખ. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. જુઓ ઘટનાનો રિપોર્ટ."
ગોધરા શહેરના ગીચ ગણાતા પાંજરાપોળ વિસ્તારમાં આવેલી ‘અરિહંત ચિલ્ડ્રન વેર’ નામની જાણીતી દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ દુકાનના બીજા માળે લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દુકાનમાં રહેલો રેડીમેડ કપડાંનો જથ્થો અને અન્ય ચીજવસ્તુઓ આગની લપેટમાં આવી ગયા
ઘટનાની જાણ થતા જ ગોધરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી ગીચ વિસ્તાર હોવા છતાં ફાયર વિભાગે આગ વધુ પ્રસરે નહીં તે માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કર્યા પ્રાથમિક દ્રષ્ટિએ દુકાનમાં રહેલા કપડાં અને ફર્નિચર સહિતનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે વેપારીને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0