દેશના મોટા એરપોર્ટ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ લાગુ કરવાની તૈયારી, સુરક્ષામાં આવશે મોટો ફેરફાર

કેન્દ્ર સરકારે દેશના મહત્વપૂર્ણ એરપોર્ટ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ લગાવવાનો નિર્ણય કર્યો.

Nov 22, 2025 - 18:12
 0
દેશના  મોટા એરપોર્ટ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ લાગુ કરવાની તૈયારી, સુરક્ષામાં આવશે મોટો ફેરફાર

દેશની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકાર હવે દિલ્હી અને મુંબઈ જેવા તમામ મોટા એરપોર્ટ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના પર કામ કરી રહી છે. તાજેતરમાં પાકિસ્તાન સાથે થયેલા અથડામણમાં અને "ઓપરેશન સિંદૂર" દરમિયાન ડ્રોનના વધતા ઉપયોગે ભારતની સુરક્ષા એજન્સીઓને નવી ચિંતા ઉભી કરી છે. આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે એરપોર્ટોની સુરક્ષામાં નવી ટેકનોલોજીનો સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પ્રથમવાર છે જ્યારે દેશના નાગરિક એરપોર્ટ પર મોટા પાયે એન્ટી-ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવશે. ગૃહ મંત્રાલય આ સમગ્ર પરિયોજનાની આગેવાની કરી રહ્યું છે અને જાણવા મળ્યા મુજબ આ મુદ્દે ઉચ્ચ સ્તરે અનેક બેઠક થઈ ગઈ છે. કેન્દ્ર સરકારનો માની છે કે આવનારા સમયમાં ડ્રોન ટેકનોલોજીનો દુરુપયોગ વધવાની શક્યતા છે, જેથી ખાસ કરીને એરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળોને સુરક્ષિત બનાવવું અનિવાર્ય બની ગયું છે.

ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ BCAS (Bureau of Civil Aviation Security) એ ખાસ સમિતિ બનાવી છે, જેમાં DGCA, CISF અને અન્ય મહત્વપૂર્ણ એજન્સીઓ સામેલ છે. આ સમિતિ એન્ટી-ડ્રોન સિસ્ટમ માટે જરૂરી ટેકનિકલ માપદંડ, તેનું વ્યાપક મૂલ્યાંકન અને પ્રયોગી મોડેલ્સની પસંદગી પર કાર્ય કરી રહી છે.

સરકારી અધિકારીઓનું કહેવું છે કે પ્રોજેક્ટ તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે. શરૂઆતમાં દેશના સૌથી સંવેદનશીલ એરપોર્ટ — દિલ્હી, મુંબઈ, શ્રીનગર અને જમ્મુ — પર એન્ટી-ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ આ સુવિધા ધીમે ધીમે અન્ય મોટા અને મધ્યમ વર્ગના એરપોર્ટ સુધી વિસ્તારી દેવામાં આવશે.

મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે એરપોર્ટ ઓપરેટરોને ટેકનોલોજી સ્થાપિત કરવા માટે નિર્દેશો આપ્યા બાદ અમલીકરણ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવશે. ડ્રોનના વધતા જોખમને ધ્યાનમાં લેતા સરકારે આ પગલું તાત્કાલિક સુરક્ષા જરૂરિયાત તરીકે ગણાવ્યું છે.

પાકિસ્તાન સાથે તાજેતરમાં થયેલા અથડામણમાં ડ્રોનના મોટા પ્રમાણમાં ઉપયોગ બાદ ભારતની સુરક્ષા એજન્સીઓ સજગ થઈ ગઈ છે. અનેક હુમલા અથવા જાસૂસી પ્રયત્નોમાં ડ્રોનનો ઉપયોગ થતો જોતા હવે ભારત એરપોર્ટ સુરક્ષામાં મોટો ફેરફાર લાવવા તૈયાર છે.

આ એન્ટી-ડ્રોન ટેકનોલોજી સાથે એરપોર્ટો પર અનધિકૃત ડ્રોનને સમયસર શોધી, નિષ્ક્રિય કરી અને સંભવિત ખતરો અટકાવવાની ક્ષમતા ઉભી થશે, જે દેશના નાગરિક હવાઈ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ  સાબિત થશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0