કનેલાવ-ગોધરા ખાતે ખેલ મહાકુંભ 2025 ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ,
કનેલાવ-ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ. મહેમાનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યું.
સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, કનેલાવ-ગોધરા (જિ. પંચમહાલ) ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પંચમહાલ જીલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ – 2025 અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધાનો આજે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો.
કાર્યક્રમનો શુભારંભ માનનીય પ્રાંત અધિકારી શ્રી નિરિલ મોદી સાહેબ, ગોધરા તથા માનનીય અરવિંદભાઈ પરમાર, ચેરમેન – પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના વરદહસ્તે કરવામાં આવ્યો.
આ અવસર પર મહેમાનદ્વયે તમામ ખેલાડીઓને ખેલભાવના સાથે રમવા, રાજ્ય અને જીલ્લાનું નામ રોશન કરવા પ્રોત્સાહન આપ્યું અને શુભેચ્છાઓ પાઠવી.
કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પ્રતાપ પસાયાએ હાજરી આપીને ખેલાડીઓ, કોચિસ, ટ્રેનર્સ અને વ્યાયામ શિક્ષકોને માર્ગદર્શન આપ્યું. તેમણે રમતગમત ક્ષેત્રે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની માહિતી આપી અને ખેલાડીઓને વધુ ઉત્તમ પ્રદર્શન માટે પ્રેરણા પૂરી પાડી.
જીલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ, વ્યાયામ શિક્ષકો, કોચીસ અને રમત રસિકોએ ઉત્સાહભેર હાજરી આપી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0